કારોબારી સમિતિ ની બેઠક

સંસ્થાની કારોબારી સમિતિની બેઠક. તા. ૩/૦૨/૨૦૧૯ના રવિવારના રોજ અંબાજી મુકામે સંસ્થાના પરિસરમાં યોજવામાં આવી.
સંસ્થાના પ્રમુખ શ્રી જયંતીભાઈ આર.મેવાડા એ હાજર રહેલ સભ્યશ્રીઓ ને આવકાર આપ્યો.
આ બેઠકમાં મુખ્યત્વે નીચે મુજબના કામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી.
(૧.)વર્તમાન કારોબારી સમિતિની મુદત આગામી ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થાય છે. પ્રમુખ શ્રી એ કારોબારી સભ્ય તરીકે નિયુક્તિ માટેની પ્રક્રિયા અંગે તેમ જ પસંદગી સમિતિ દ્વારા અગાઉ જે રીતે પસંદગી કરવામાં આવી હતી તે અંગે વિસ્તૃત માહિતી આપી. આ વખતે ઉમેદવારી ફોર્મ મેળવવા અને ભરીને પરત આપવા માટે નીચેના ત્રણ સ્થળો નિયત કરેલ છે.
૧. અંબાજી ખાતે સંસ્થાની ઓફિસ.
૨. અમદાવાદ ખાતે નવરંગપુરા માં આવેલ શ્રી કે.આર. મિસ્ત્રી છાત્રાલય.
૩. પાલનપુર ખાતે મેવાડા છાત્રાલય.
(૨ ) અંબાજી ખાતે સંસ્થાના અતિથિ ભવન ની બાજુમાં બનાવેલ ચાર રૂમો માટે ( દરેક રૂમમાં ત્રણ મુજબ) લોખંડ ના પાટ બનાવવા, ઉપર ગાદલું, રજાઈ,ઓશીકું આપવું, એક અરીસો મૂકવો. તેમ જ પાણીનો જગ મૂકવો, એક ખુરશી મૂકવી એમ નક્કી કરવામાં આવ્યું. આ એક રૂમનું ભાડું રૂ. ૩૦૦/- ઠરાવવામાં આવ્યું. ઉપરાંત સામેની ખુલ્લી જગ્યામાં લેવલીંગ કામ કરાવવા ઠરાવ્યું.
(૩) શ્રી વિશ્વકર્મા મંદિર ની સામે આંબા ની પાસે ખુલ્લી જગ્યામાં બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ બનાવવા નક્કી કર્યું. જેમાં લપસણી,ઝૂલા મૂકવા.
(૪) શ્રી વિશ્વકર્મા મંદિર પાછળ આવેલ મ્યુઝિયમ સામેના રસ્તા પર બ્લોક લગાવવા નક્કી કર્યું.
(૫) સંસ્થામાં ભોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી. ભોજન બિલ વધારવા માટે મળેલ દરખાસ્ત અંગે ચર્ચા કરી. એક ડીસ ના રૂ.૧૨૦/ મુજબ નવો ભાવ નક્કી કરવામાં આવે છે.
(૬) સંસ્થાના કર્મચારીઓ તેમ જ પૂજારીનો પગાર વધારવા ઠરાવ્યું.
(૭) વિવિધ ગોળના પ્રમુખ શ્રી નું સન્માન કરવાનું હોઈ તેઓના નામ,સરનામા અને તેઓએ કરેલ વિશિષ્ઠ કામગીરીની વિગત એકત્ર કરવા માટે જે તે સભ્યોને જવાબદારી સુપ્રત કરવામાં આવી.
(૮) આગામી શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ગત વર્ષની જેમ પૂજન આરતી કરવાનું નક્કી કર્યુ.સ્થાનિક વિશ્વકર્મા વંશજ ને આમંત્રણ આપી કાર્યક્રમ કરવો તેમજ ભોજન કરાવવા ઠરાવ્યું.
(૯) સંસ્થાના અતિથિ ભવન ના પ્રવેશ દ્વાર પાસે સિક્યુરિટી માટે બે રૂમો છે. આ રૂમો ઉપર સંસ્થા ના બે બોર્ડ લગાવવા નક્કી કર્યું. બોર્ડ એવી રીતે લગાવવા કે બંને બાજુ થી આવતા બરોબર દેખાય.

About kanuprasad