કારોબારી સમિતિની બેઠક તા. ૨૮/૦૭/૨૦૧૯

શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ(ગુજરાત)શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજી સંસ્થાની કારોબારી સમિતિની બેઠક. તા. ૨૮/૦૭/૨૦૧૯ના રવિવારના રોજ ૧૦.૩૦ કલાકે અંબાજી મુકામે સંસ્થાના પરિસરમાં યોજવામાં આવી.
સંસ્થાના પ્રમુખ શ્રી જયંતીભાઈ આર.મેવાડાએ હાજર રહેલ સભ્યશ્રીઓને આવકાર આપી બેઠકની કાર્યવાહી શરૂ કરાવી.

આ બેઠકમાં મુખ્યત્વે નીચે મુજબના કામો ઉપર ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવ્યા.
(૧) તા. ૫/૦૬/૨૦૧૯ ની સાધારણ સભામાં ૨૧ કારોબારી અને પાંચ સલાહકાર સભ્ય નિયુકત થયેલ. તમામ સભ્યોએ શ્રી વિશ્વકર્મા પ્રભુની સાક્ષીએ સંસ્થાને વફાદાર રહી, સંસ્થાનું અહિત થાય નહીં તેવા કાર્ય કરવાના શપથ લીધા.
(૨) ગત તા. ૫/૦૬/૨૦૧૯ ની સાધારણ તથા કારોબારી સમિતિની બેઠકમાં કરવામાં આવેલ ઠરાવોનું વાંચન કરી સર્વાનુમતે બહાલી આપી.
(૩) ગત સભાથી આજ સુધી થયેલ આવક/ખર્ચની વીગતો તેમ જ ગત સાધારણ સભાના દિવસે થયેલ આવક/ખર્ચના હિસાબો પ્રમુખશ્રીએ વાંચી સંભળાવ્યા. તમામ હિસાબોની સર્વાનુમતે બહાલી આપી.
(૪) સંસ્થાના બંધારણ મુજબ મેવાડા સમાજના સંઘઠનને વધુ મજબૂત બનાવવાના ભાગ રૂપે તમામ ગોળના સામાજિક રીત રિવાજોની વિગતો એકઠી કરવા તથા તમામ ગોળના પ્રમુખશ્રીઓ/મંત્રીશ્રીઓની બેઠક બોલાવી સામાજિક રીત રિવાજોની એક રૂપતા કરવા નિર્ણય લેવા સર્વાનુમતે ઠરાવ્યું.
(૫) સંસ્થાની મૂડી વિવિધ બેંકોમાં ફિક્સ ડિપોઝીટ તરીકે જમા છે. આવી રકમ પૈકી કેટલીક રકમ સંસ્થાની ભવિષ્યની જરૂરિયાતો માટે અનામત રાખવા ચર્ચા વિચારણા કરવામાં આવી. ચર્ચાને અંતે રૂ.૧,૦૦,૦૦,૦૦૦/- (અંકે રૂ. એક કરોડ પુરા) ફિક્સ ડિપોઝિટમાં અનામત મૂડી તરીકે જમા રાખવી અને તેનો અન્ય કોઈ ઉપયોગ કરવો નહીં, માત્ર તેના વ્યાજમાંથી સંસ્થાનો નિભાવ ખર્ચ કરવા સર્વાનુમતે ઠરાવ્યું.
(૫) સંસ્થાના પરિસરમાં પાણી માટે બોર કરેલ છે. ગત ઉનાળામાં પાણીની સમસ્યા હતી. તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ભવિષ્યમાં પાણીની તંગી પડે નહીં તે માટે જે જે પગલાં ભરવા પડે તે માટે વિચારણા કરી યોગ્ય લાગે તે કામ કરવા/ ખર્ચ કરવા પ્રમુખશ્રીને સત્તા આપવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું.
અન્ય કોઈ મુદ્દાની ચર્ચા વિચારણા કરવાની ન હોઈ બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવી.

About kanuprasad