Aarti

Home  »  Aarti

શ્રી વિશ્વકર્મા પ્રભુની આરતી

 

જયદેવ જયદેવ જય જય સુખકારી પ્રભુ જય જય સુખકારી,
કાંબી કમંડલ ધારી હંસા પર સ્વારી…. જયદેવ..

આદ્ય અનાદિ દેવ ઇલોરગઢવાસી, પ્રભુ ઇલોરગઢવાસી,
ભક્તિ કરે ન ભાવે દુ:ખ જાય નાસી…. જયદેવ…

વૃધ્દ્ર સ્વરૂપે વિશ્ર્વ હરિ મારા પ્રભુ વિશ્ર્વ હરિ મારા,
વાસ્તુ અંધક સાથે શોભે છે,સારા…. જયદેવ…

સુત્ર પુસ્તક ધારી અતિ અનંદ કારી,પ્રભુ અતિ અનંદ કારી,
સુ વદ જશ રસનાએ સુર સંકટ હારી …. જયદેવ…

આપ વિના પ્રભુ મારો એકે નથી આરો,પ્રભુ એકે નથી આરો,
હું અપરાધી ભારી,ભવસાગર તારો…. જયદેવ…

વિષય વાસના મારી તે પ્રભુ નિવારો,તે પ્રભુ નિવારો
શરણે મુજને સ્થાપો નવ કરશો ન્યારો…. જયદેવ…

સૃષ્તિ માત્ર તણા આપ સુખ કરતા સ્વામિ,પ્રભુ સુખ કરતા સ્વામિ,
દાસ હું શરણે આવી કહું છું શિશ નામિ …. જયદેવ…

હરિ વિશ્ર્વકર્મા ગુણ ગાઉ પામું પદ સેવા,પ્રભુ પામું પદ સેવા
અખંડ અક્ષય આપો,જય જય ગુરૂ દેવા …. જયદેવ…
“પ્રેમાનંદ”

અચ્યુતમ
અચ્યુતમ સુદીરમ
શ્રી ઇલોરા વાસીતમ્
શિલ્પીના આત્મનમ
શ્રી શિલ્પને પ્રકાશિતમ
ચતુર્ભુજ શોભિતમ્
શ્રી હંસ પર વિરાજિતમ
શ્રી આકૃતિ નાયકમ
શ્રી વિશ્ર્વકર્મા નમો નમ:
||જય શ્રી વિશ્ર્વકર્મા||


Leave a Reply

You must be logged in to post a comment.