કારોબારી સમિતિની આગામી બેઠક.

કારોબારી સમિતિની આગામી બેઠક.

શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજી સંસ્થાની કારોબારી સમિતિની બેઠક આગામી તા.૨૨/૦૯/ ૨૦૧૯ના રવિવારના રોજ ૧૦.૩૦ કલાકે અંબાજી મુકામે સંસ્થાના પરિસરમાં યોજવામાં આવશે. તા. ૨૨/૦૯/૨૦૧૯ ની કારોબારી સમિતિનો એજન્ડા. ((૧) ગત સભાના ઠરાવોનું વાંચન અને બહાલી આપવા બાબત(૨) આવક અને ખર્ચના હિસાબોનું વાંચન અને ખર્ચ મંજુર કરવા બાબત(૩) સંસ્થાની ટ્રસ્ટીની ખાલી પડેલ જગા અંગે ચર્ચા કરી નિર્ણય કરવા બાબત(૪) મેવાડા સમાજના વિવિધ ગોળના પ્રમુખશ્રીઓ/મંત્રીશ્રીઓની બેઠક બોલાવવા તારીખ નક્કી કરવા બાબત.(૫) પ્રમુખ સ્થાનેથી રજુ થાય તે.નિર્ણસ્થા

Continue Reading

કારોબારી સમિતિની બેઠક તા. ૨૮/૦૭/૨૦૧૯

શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ(ગુજરાત)શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજી સંસ્થાની કારોબારી સમિતિની બેઠક. તા. ૨૮/૦૭/૨૦૧૯ના રવિવારના રોજ ૧૦.૩૦ કલાકે અંબાજી મુકામે સંસ્થાના પરિસરમાં યોજવામાં આવી. સંસ્થાના પ્રમુખ શ્રી જયંતીભાઈ આર.મેવાડાએ હાજર રહેલ સભ્યશ્રીઓને આવકાર આપી બેઠકની કાર્યવાહી શરૂ કરાવી. આ બેઠકમાં મુખ્યત્વે નીચે મુજબના કામો ઉપર ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવ્યા. (૧) તા. ૫/૦૬/૨૦૧૯ ની સાધારણ સભામાં ૨૧ કારોબારી અને પાંચ સલાહકાર સભ્ય નિયુકત થયેલ. તમામ સભ્યોએ શ્રી વિશ્વકર્મા પ્રભુની સાક્ષીએ સંસ્થાને વફાદાર રહી, સંસ્થાનું અહિત થાય નહીં તેવા કાર્ય કરવાના શપથ લીધા. (૨) ગત તા. ૫/૦૬/૨૦૧૯ ની સાધારણ તથા કારોબારી સમિતિની બેઠકમાં કરવામાં આવેલ ઠરાવોનું વાંચન

Continue Reading

રૂમ બુક કરવા માટે.

સંસ્થાના અતિથિગહ માં રૂમ બુકિંગ કરાવનારે રૂમ ચાર્જની પૂરેપૂરી રકમ એડવાન્સ માં ચૂકવવાની રહેશે. ૨૪ કલાક પહેલાં રૂમ બુકિંગ કેન્સલ કરવાની જાણ કરવામાં આવશે તો ભરેલ એડવાન્સ રકમ પરત આપવામાં આવશે. બુકિંગ કરાવ્યા પછી રૂમ બુકિંગ કરાવનાર આવશે નહીં તો ભરેલ એડવાન્સ રકમ પરત આપવામાં આવશે નહીં. કારોબારી સમિતિ ના સભ્ય (પોતાના માટે કે અન્ય કોઈ માટે) બુકિંગ કરાવે તો એડવાન્સ રકમ આપવાની રહેશે નહીં, પણ તેઓ ન આવે તો તેમની પાસેથી રૂમ ચાર્જની પૂરેપૂરી રકમ વસૂલ કરવામાં આવશે.

Continue Reading

કારોબારી સમિતિ ની બેઠક

સંસ્થાની કારોબારી સમિતિની બેઠક. તા. ૩/૦૨/૨૦૧૯ના રવિવારના રોજ અંબાજી મુકામે સંસ્થાના પરિસરમાં યોજવામાં આવી. સંસ્થાના પ્રમુખ શ્રી જયંતીભાઈ આર.મેવાડા એ હાજર રહેલ સભ્યશ્રીઓ ને આવકાર આપ્યો. આ બેઠકમાં મુખ્યત્વે નીચે મુજબના કામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી. (૧.)વર્તમાન કારોબારી સમિતિની મુદત આગામી ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થાય છે. પ્રમુખ શ્રી એ કારોબારી સભ્ય તરીકે નિયુક્તિ માટેની પ્રક્રિયા અંગે તેમ જ પસંદગી સમિતિ દ્વારા અગાઉ જે રીતે પસંદગી કરવામાં આવી હતી તે અંગે વિસ્તૃત માહિતી આપી. આ વખતે ઉમેદવારી ફોર્મ મેળવવા અને ભરીને પરત આપવા માટે નીચેના ત્રણ સ્થળો નિયત કરેલ છે. ૧. અંબાજી ખાતે સંસ્થાની ઓફિસ. ૨. અમદાવાદ ખાતે નવરંગપુરા માં

Continue Reading

શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત)- અંબાજી. શ્રી વિશ્વકર્મા ધામ

શ્રી વિશ્વકર્મા ધામ- અંબાજી અંબાજી મુકામે કાળીદાસ મિસ્ત્રી ભવનના પરિસરમાં નવ નિર્મિત શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરમાં સૃષ્ટિના રચયિતા આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદા તથા અન્ય દેવ-દેવીઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા સંવત. ૨૦૭૩ નાં જેઠ સુદ ૧૦ ૧ને ૧૧ તારીખ. ૪-૦૬-૨૦૧૭ ને રવિવાર તથા તારીખ. ૫-૦૬-૨૦૧૭ ને સોમવાર ના શુભ દિને આયોજિત કરેલ છે. આ પાવન પ્રસંગે સહ કુટુંબ પધારવા આપને ભાવભર્યું આમંત્રણ છે. આ પ્રસંગે આપની ઉપસ્થિતિ સમાજનું ગૌરવ બની રહેશે. જરૂર જરૂરથી પધારવા આગ્રહભરી વિનતી છે. કાર્યક્રમની રૂપરેખા પ્રથમ દિવસ: તારીખ. ૪-૦૬-૨૦૧૭ ને રવિવાર યજ્ઞ પ્રારંભ શોભા યાત્રા ભોજન જલાધી વાસ, અન્નાધીવાસ,ધ્રુતાધીવાસ સવારે ૮.૩૦ કલાકે ૧૦-૦૦ કલાકે બપોરે ૧૨-૦૦ કલાકે

Continue Reading

૧૨ મી સાધારણ સભા

૧૨ મી સાધારણ સભા અંબાજી મુકામે તા. ૭ /૦૮/૨૦૧૬ ને રવિવાર સવારે ૧૦-૦૦ કલાકે રાખેલ છે. સર્વે આજીવન સભ્યોને અચૂક હાજર રહેવા વિનંતી છે. -: એજન્ડા :- ૧. ગત સભાના ઠરાવો વંચાણમાં લઇ બહાલી આપવા બાબત. ૨. તા. ૩૧/૦૩/૨૦૧૬ ના રોજ પૂર્ણ થતા નાણાંકીય વર્ષના હિસાબોનું વંચાણ અને બહાલી. ૩. ટ્રસ્ટના હિસાબો માટે ઓડીટર્સની નિમણુંક કરવા બાબત. ૪. સંસ્થાએ કરેલ નીતિ વિષયક ઠરાવોનું વંચાણ અને બહાલી. ૫. શ્રી વિશ્વકર્મા પ્રભુના મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે. તે માટે નાણા ભંડોળની વિચારણા. ૬. ટ્રસ્ટના બે ટ્રસ્ટી, કારોબારી સમિતિ,સલાહકાર બોર્ડની મુદત પૂર્ણ થતા નવીન રચના કરવી. ૭. સંસ્થાના વિકાસની ભાવી યોજનાઓ અંગે વિચારણા.

Continue Reading