૧.
|
શ્રી વિશ્વકર્મા મહામંત્રકંબાસૂતત્રાંબુપાત્રં વહતિ કરતલે પુસ્તકં જ્ઞાનસૂત્રં| હંસારુઢં ત્રિનેત્ર: શુભ મુકુટ શિર સર્વતોવૃદ્દકાય:| ત્રૈલોક્યં યેન સૃષ્ટં સકલ સુરગૃહં રાજ્યહર્મ્યાદિ હર્મ્યા| દેવોસા સૂત્રધારો જગતખિલ હિત: પાતુવો વિશ્વકર્મા:|| અર્થાત્: જેણે એક હાથમાં કાંબી એટલે ગજ, બીજા હાથમાં ત્રાંબાનું જળકમંડળ, ત્રીજા હાથમાં પુસ્તક, ચોથા હાથમાં માળા ધારણ કરેલી છે, હંસ ઉપર બેઠક છે, નેત્ર જેને ત્રણ છે, ને મસ્તક ઉપર સુંદર મુગટ જેણે ધારણ કરેલો છે, ને જેનું શરીર સર્વ પ્રકારે વૃદ્ધિ પામેલું છે, ત્રણ લોકોનાં જેણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા જે દેવધામ, રાજમહેલ અને સામાન્ય લોકોના ધામ જેણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા જે વિશ્વકર્મા સૂત્રધાર તે સુખકર્તા ને જગકર્તા વિશ્વકર્મા પ્રભુ છે. |
૨. |
શ્રી વિશ્વકર્મા સ્તુતિનમોસ્તુ વિશ્વરુપાય, વિશ્વરુપાતેય નમ્: નમો વિશ્વત્માભૂતાય, વિશ્વકર્મન્નમોસ્તુતૈ અર્થાત્: વિશ્વ જેનું રૂપ છે, વિશ્વ જેનો આત્મા છે અને જે પ્રાણી માત્રમાં વ્યાપક છે તે વિશ્વકર્મા હું નમસ્કાર કરૂં છું. |
૩. |
શ્રી વિશ્વકર્મા મંગલાચરણમંગલમ ભગવાન વિશ્વકર્મા, મંગલમ હંસધ્વજ: મંગલમ વિશ્વરૂપાય, મંગલાય તન્નો હરિ: |
૪. |
શ્રી વિશ્વકર્મા બીજ મંત્રઓમ ત્રિગુણાત્માય વિધ્મહે સૃષ્ટિકર્યા ધીમહિ તન્નોવિશ્વં પ્રચોદયાત જેમ મહાદેવ, વિષ્ણુને બ્રહ્મા વગેરે દેવોના બીજમંત્ર હોય છે તેવો આ વિશ્વકર્માનો બીજમંત્ર છે. |
૫. |
વાસ્તુ વખતે વિશ્વ બ્રાહ્મણોએ વરૂણમાં બેસી જપવાના મંત્રોઓમ તત્પુરુષાય વાસ્તુપુરુષાય ધીમહિ તં નો વાસ્તુ પ્રચોદયાત્ ઓમ વિશ્વકર્માય વિધ્મહે જગત્સૃષ્ટાય ધીમહિ તત્રો તક્ષઃ પ્રચોદયાત્ ઉપરનો વાસ્તુ મંત્ર: દરેક મંત્ર હજાર વખત જપવો. દરેક સુથારભાઇઓને વિનંતી કરવામાં આવે છે કે, પોતાના ધર્મનો નાશ ન થાય તેટલા માટે ઉપરના મંત્રોનો યોગ્યાનુસાર ઉપયોગ કરશો એવી પ્રાર્થના છે. |
૬. |
ગાયત્રી મંત્રઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયોયોનઃ પ્રચોદયાત્ || અર્થ: હે પ્રાણસ્વરૂપ દુઃખનાશક સુખસ્વરૂપ વરવા યોગ્ય સર્વ શ્રેષ્ઠ પાપનાશક પ્રભુ અમે આપના દિવ્ય ગુણને ધારણ કરીએ છીએ. આપ કૃપા કરી અમારી ઇન્દ્રિઓને કોઇ શુભ કાર્યમાં પ્રેરીત કરો. ઉપરનો ગાયત્રી મંત્ર વિશ્વકર્માના વંશજો કે જે બ્રાહ્મણો છે તેમણે કરવાનો છે, બીજા કોઇ સ્વાર્થી ખોટું સમજાવે તો માનવું નહી. ઓમ હ્રા હીં હૂં ત્રિગુણાત્માયજગત્સૃષ્ટવે નમઃ અર્થ: શિવ, વિષ્ણુ ને બ્રહ્મા વગેરે સર્વ દેવો અને ઋષિમુનિઓએ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો આ મહામંત્ર જોડ્યો છે. શ્રી વિશ્ર્વકર્મા વંશજો કે જે વિશ્વ બ્રાહ્મણો છે તેમને યોગ્ય સમયાનુસાર જપ કરવાના મંત્રો નીચે પ્રમાણે |
૭. |
જનોઇ ધારણ કરવાનો મંત્રઓમ યજ્ઞોપવિતં પરમં પવિત્રં પ્રજાપતેર્યત્સહજંપુરસ્તાત્: આયુષ્ય મગ્ય્રં પ્રતિ શુભં યજ્ઞોપવિતં બલમસ્તુ તેજ: અર્થ: હે પરમાત્મા, પરમ જનોઇ પ્રથમ વિશ્ર્વકર્માજી કે સાથ ઉત્પન્ન આયુષ્યની વૃધ્ધિ કરવાવાળી છે, તે સ્વચ્છ યજ્ઞોપવિતને ધારણ કર. આ યજ્ઞોપવિત બળ અને તેજની વૃધ્ધિ કરે છે. |