શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજીથી આપ પરિચિત છો જ. તા. ૧૨/૦૫/૨૦૦૪ થી રજીસ્ટર્ડ થયેલી સંસ્થા છે. તેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં વસતા મેવાડા સુથાર પરિવારોને એકત્ર કરી ગોળ અને વાડાને ભુલી સંગઠન કરવાનો છે.
અત્યારે પચ્ચીસ જેટલા ગોળના ભાઇઓ આ સંસ્થાની વ્યવસ્થાપક કમિટિમાં પ્રતિનિધિ છે. ગુજરાત ૨૬ જીલ્લાઓના તમામ મેવાડા સુથાર પરિવારોને એક મંચ ઉપર લાવવા આ સંસ્થા દ્રારા અંબાજી ખાતે શ્રી વિશ્વકર્મા સાંસ્કૃતિક ભવનનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું છે. આ અતિથિ ભવનના બાંધકામ માટે રાજ્યમાંથી આપણા સમાજના પરિવારો તરફથી સારો પ્રતિભાવ મળ્યો છે. આ સાંસ્કૃતિક ભવન મેવાડા સુથાર પરિવારોની એકતાનું પ્રતિક બની રરહ્યું છે. ગુજરાતના અઢાર હજાર ગામડાઓમાં વસતા આપણા સમાજના પરિવારોને આ કાર્યમાં જોડાયા છે. આ માટે રાજ્યના અલગ અલગ સ્થળે સભાનું આયોજન આ સંસ્થા દ્રારા સ્થાનિક ભાઇઓ/સંસ્થાઓના સહકારથી કરવામાં આવે છે.
મેવાડા સુથાર સમાજના સંગઠન હેતુ સમાજના મંડળો, ઘટકો, ગોળ, જ્ઞાતિ, વાડા અને જીલ્લાના નિમંત્રણ મુજબ સંગઠન સભાઓનું આયોજન થઇ રહ્યું છે. આગામી સમયમાં અંબાજી મુકામે સમાજનું મહાસંમેલન યોજાશે. આ માટે આપના મંડળ, ઘટક, ગોળ, વાડા અને સ્થાનિક પ્રતિનિધિ તથા વ્યક્તિગત સંપર્ક માટે આપની વિગતો સત્વરે મોકલી આપશો.
આપણા અતિથિ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં તા. ૨૦/૦૨/૨૦૧૩ નારોજ મેવાડા સુથાર સમાજના જ્ઞાતિબંધુઓ માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.