શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય

શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી કાળીદાસ રેવાશંકર મિસ્ત્રી છાત્રાલય

જુદા જુદા ગોળના સુથાર સમાજના ભાઇઓએ વર્ષો પહેલા મુંબઇ “શ્રી વિશ્વકર્મા મેવાડા જ્ઞાતિ મંડળ મુંબઇ” નામની સંસ્થાની સ્થાપના કરેલ અને વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડીઓ આપવાની શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલી. આ સંસ્થાના સહકાર અને પ્રયત્નથી અમદાવાદમાં નવરંગપુરા યુનિવર્સિટી અને કૉલેજોના વિસ્તારમાં “શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય” ની શરૂઆત થયેલ. સૌ પ્રથમ ફક્ત ભોંયતળિયાના થોડા રૂમો ૧૯૬૦ માં બાંધવામાં આવ્યા અને અનેક મર્યાદા વચ્ચે વિદ્યાર્થીઓને રહેવાની શરૂઆત થયેલ. જેમ જેમ શિક્ષણનો ફેલાવો થયો તેમ છાત્રાલય નાનું પડવા લાગ્યું તેથી છાત્રાલય ઉપર એક માળ ૧૯૭૬માં તૈયાર કરવા આવ્યો.

અમદાવાદ શહેરનો અને છાત્રાલયવાળા વિસ્તારનો વિકાસ ખૂબ ઝડપી થયો અને છાત્રાલય અગત્યના છ રસ્તા ઉપર આવ્યું. શિક્ષણનો પણ ફેલાવો થયો અને દિવસ-દિવસ વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી. તેથી છાત્રાલય ઉપર બીજો માળ બાધવાનું નક્કી થયું. પરંતુ તે માટે ખૂબ મોટી રકમની જરૂર પડે તેમ હતી તેથી જો કોઈ રકમનું દાન મળે તો છાત્રાલય સાથે દાતાનું નામ જોડવાની યોજના મૂકી. તેજ રીતે એક કોમ્યૂનિટી હોલ બનાવી તેની સાથે દાતાનું નામ જોડવું અને અમુક રૂમો અથિતિગૃહ માટે ફાળવી તેની સાથે દાતાનું નામ જોડવાની યોજના મૂકી તેના પ્રતિભાવ રૂપે સ્વ.શ્રી કાળિદાસ રેવાશંકર મિસ્ત્રીના કુટુંબીજનો તરફથી સૌથી વધારે રકમનું દાન મળ્યું અને છાત્રાલય સાથે તેમનું નામ જોડવામાં આવ્યું અને નવું નામ શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી કાળિદાસ રેવાશંકર મિસ્ત્રી છાત્રાલય થયું જાસ્કા કોમ્યૂનિટી હોલ અને શ્રીમતી રેવાબેન અથિતિગૃહ અસ્તિત્વમાં આવ્યું સમાજમાંથી પણ સારો એવો ફાળો એકઠા કર્યો અને છાત્રાલયના બીજા માળ સાથેનું સંપૂર્ણ સગવડવાળુ અધતન સંકુલ એપ્રિલ ૧૯૯૬માં સુપ્રસિદ્ઘ્ સંત શ્રી સચ્ચિદનંદજીના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યું.

આ સંસ્થા સમગ્ર ગુજરાતના બધાજ ગોળના મેવાડા સુથારોની એકમાત્ર સંસ્થા છે. જેમાં કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ ને રહેવાની, જમવાની સગવડ આપવામાં આવે છે.

 

હાલમાં આ સંકુલમાં નીચેની સગવડો ઉપલબ્ધ છે.

  • વિદ્યાર્થીઓને રહેવાની ૩૧ રૂમો ઉપરાંત ઓફિસ, ગૃહપતિનું રહેઠાણ, લાઇબ્રેરી, સભાખંડ અને વિશાળ સ્વ. મણીબેન રેવાશંકર મિસ્ત્રી ભોજનશાળા.
  • સામાજિક પ્રસંગો, લગ્નપ્રસંગ, જ્ઞાતિ મીટિંગ, સમારંભો માટે જાસ્કા કોમ્યૂનિટી હોલ
  • બહાર ગામથી નોકરી માટે, ઇન્ટરવ્યૂ માટે, ડૉક્ટરી સારવાર માટે કે અન્ય કામ માટે અમદાવાદની મુલાકાતે આવતા જ્ઞાતિજનને બહુ જ ઓછા ખર્ચે રહેવા માટે શ્રીમતી રેવાબેન અથિતિગૃહ.
  • વિદ્યાર્થીઓને નહાવા માટે ગરમ પાણી,પીવા માટે ઠંડા પાણી અને મનોરંજન અને માહિતી માટે કલર ટીલીવીઝનની સગવડ છે.
  • જ્ઞાતિના વિદ્યાર્થીઓને બહુ જ ઓછા દરે તેમજ વિના મૂલ્ય લાઇટ અને ફર્નીચરની સગવડ આપવામાં આવે છે
  • વિદ્યાર્થી દીઠ રોજના રૂ. ૧૫/-  એટલે માસિક રૂ. ૪૫૦/- ભોજન બિલમાં રાહત આપવામાં આવે છે
  • છાત્રાલયના પુસ્તકાલયમાંથી વિના મૂલ્ય મર્યાદિત સંખ્યામાં પુસ્તકો આપવામાં આવે છે
  • વર્ષ દરમ્યાન વિવિધ હરીફાઇ યોજવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને સારો દેખાવ કરનારને ઇનામથી સન્માનવામાં આવે છે
  • વર્ષે એક વખત ટૂંકો પ્રવાસ યોજવામાં આવે છે.
  • છાત્રાલયમાં રહીને ભણતા વિદ્યાર્થીઓ ઉપરાંત સમગ્ર ગુજરાતના મેવાડા સુથારના વિદ્યાર્થીઓમાંથી ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ ની જાહેર પરીક્ષામાં વધુ ગુણ મેળવે તેવા દરેક પ્રવાહ દીઠ પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે છે